Friday 2 May 2014

બેન્કમાં નોકરીઃ 10મું પાસ પણ કરી શકે છે અરજી

બેન્કમાં નોકરીઃ 10મું પાસ પણ કરી શકે છે અરજી


દરેક વ્યક્તિને સરકારી નોકરી જોઈતી હોય છે પરંતુ ઓછો અભ્યાસ કરેલા લોકોને સરકારી નોકરી મળવી મુશ્કેલ હોય છે. જોકે હરિયાણા રાજ્યની સરકારે આ સમસ્યાનું સમાધાન લાવી દીધુ છે. રહિયામા રાજ્યમાં સર્વ ગ્રામીણ બેન્કમાં 175 પદની ભરતી માટે જાહેરાત આપી દેવામાં આવી છે. આ બેન્કનુ મુખ્ય કાર્યાલય હરિયાણા રાજ્યના રોહતકમાં છે. બેન્કમાં નોકરી માટે ચલણ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે 2014 રાખવામાં આવી છે જ્યારે સંપૂર્ણ રીતે ભરેલી અરજી પત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ 20 મે 2014 રાખવામાં આવી છે. આ નોકરીમાં ભરતી માટે લેખીત પરીક્ષા અને ઈન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા છે. આ પદવી માચે 10મું ધોરણ પાસ ઉમેદવારોને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

હરિયાણા સર્વે ગ્રામીણ બેન્કમાં જે પદવી માટે અરજી મંગાવવામાં આવી છે તે માટેનું વેતન રૂ. 5850થી રૂ. 11,350 નક્કી કરવામાં આવી છે. આ પદવી માટે અરજી કરવા માટે સામાન્ય ઉમેદવાર માટે ફી રૂ. 200 અને એસસી, એસટી અને વિકલાંગો માટે અરજી ફી રૂ. 50 નક્કી કરવામાં આવી છે. આ પદવી માટે ઉમરની ગણતરી 1 એપ્રિલ 2014થી કરવામાં આવશે.યોગ્ય ઉમેદવારે અરજી કરવા માટે હરિયાણા સર્વે ગ્રામણી બેન્કની વેબસાઈટ પર જઈને ફોર્મ ડાઉનલોજ કરીને ફી જમા કરાવવાની રહેશે. અરજી ફી માત્ર બેન્ક ચલણ દ્વારા નક્કી કરેલી

બ્રાન્ચથી જ જમા કરાવવાની રહેશે. સંપૂર્ણ રીતે ભરેલુ અરજી પત્રક ચલણ અને અન્ય દસ્તાવેજો સાથે 20 મે સુધીમાં સર્વે હરિયાણા ગ્રામીણ બેન્ક, હોડ ઓફિસ, ઓપોઝિટ બજરંગ ભવન, દિલ્હી રોડ, રોહતક-124001 પર મોકલાનું રહેશે. આવેદન પત્ર અને તથા અન્ય માહિતી મેળવવા માટે ઉમેદવારે www.hgb.co.in લોગ ઓન કરવુ.