Friday, 21 March 2014

ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરીની તક, પીએસઆઈની નોકરીની 2300થી વધુ જગ્યા ખાલી

ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરીની તક, પીએસઆઈની નોકરીની 2300થી વધુ જગ્યા ખાલી

 

ગ્રેજ્યુએટ્સ માટે દિલ્હી પોલીસ અને સશસ્ત્ર દળમાં સબ ઈન્સપેક્ટર બનવાની તકો બહાર પડવા જઈ રહી છે. સ્ટાફ સિલેક્શન કમિશને દિલ્હી પોલીસ અને કેન્દ્રિય સશસ્ત્ર પોલિસ દળોમાં ખાલી પડેલી જગ્યા માટે સબ ઈન્સપેક્ટરની ભરતીઓ ટૂંક સમયમાં શરૂ થશે. કેન્દ્રિય સશસ્ત્ર પીએસઆઈ માટે 2197 પદ અને દિલ્હી પોલીસ માટે 131 પદ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળ માટે એએસઆઈના પદ માટે 564 જગ્યાઓ ભરવાની છે. દિલ્હી પોલીસમાં સબ ઈન્સપેક્ટરની ભરતી પદ માટે ફક્ત પુરુષો માટે જ છે.

યોગ્યતા-
આ માટે મહત્તમ ઉંમર 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે ન્યૂન્તમ ઉંમર 20 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો એસસી-એસટી હોય તો 5 અને ઓબીસી હોય તો 3 વર્ષની છૂટ આપવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી, 2014થી કરવામાં આવશે. બધા જ પદો માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવી છે. પણ ધ્યાન રાખજો કે જો તમે દિલ્હી પોલીસ માટે અપ્લાય કરી રહ્યાં છો તો ફક્ત ડિગ્રીથી કામ નહી ચાલે. આપની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું પણ જરૂરી છે.

પગાર ધોરણ
  • સશસ્ત્ર દળોમાં પીએસઆઈ પદ માટે-4200 રૂપિયાનાં ગ્રેડ સાથે બેઝિક 9300-34,800નો પગાર હશે, પે બેંડ 2 ગ્રૂપ બી, નોનગેજટેડ,નોન મિનિસ્ટ્રિયલ
  • દિલ્હી પોલીસમાં સબ ઈન્સપેક્ટર-4200 રૂપિયાનાં ગ્રેડ સાથે 93..34,800નું વેતન, પે બેંડ 2માં, ગ્રુપ સી
  • સીઆઈએસએફમાં એએસઆઈ-2800 રૂપિયાનાં ગ્રેડ પે સાથે 5200-20,200નું વેતન, પે બેંડ 2માં, ગ્રુપ સી

સિલેક્શન માટે લેનારી પરીક્ષાનાં કેટલાંક સ્ટેજ નક્કી કરવામાં આવ્યાં છે. પહેલાં બે ફેઝમાં લેખીતમાં પરીક્ષા હશે, જ્યારે તે બાદ ફિઝિકલ ટેસ્ટ અને તે બાદ મેડિકલ અને ઈન્ટરવ્યું રહેશે. પેપર-1ની પરીક્ષા 22 જૂન,2014 અને પેપર-2ની પરીક્ષા 21 સેપ્ટેમ્બર,2014નાં દિવસે યોજાશે.

આવેદન ફોર્મ કેવી રીતે ભરશો
ઉમેદવાર ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ગમે તે રીતે ભરી શકો છો. ઓનલાઈન આવેદન મેળવવાની અંતિમ તારીખ 9 એપ્રિલ,2014 છે. ઓફલાઈન આવેદન મેળવવાની અંતિમ તારિખ 11 એપ્રિલ, 2014 છે. આવેદન સંબંધિત વધુ જાણકારી માટે આપ સ્ટાફ સિલેક્શન કમીશનની વેબસાઈટ http://ssconline.nic.in/ પર જઈ માહિતી મેળવી શકો છો. ફોર્મ ભરવાં માટે આપે 100 રૂપિયા જમા કરવાનાં રહેશે. એસસી-એસટી વર્ગ માટે આ ઉમેદવારી પત્ર નીશુલ્ક હશે.

No comments:

Post a Comment