Thursday, 6 March 2014

સરકારી નોકરી જોઈએ છે? તો ક્યાં છે નોકરી ને કેટલો છે પગાર તે જાણવા માટે કરો એક ક્લિક

ફાઈનાન્સ સેક્ટરમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીની નવી તક ઊભી થઈ છે. એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે આસિસ્ટન્ટ પદ માટે નવી ભરતી શરૂ કરી છે. એલઆઈસીની આ કંપની માટે કુલ 100 જગ્યાઓ પર ભરતી કરવાની છે જેનુ પોસ્ટિંગ દેશના અલગ અલગ હિસ્સામાં કરવામાં આવશે.



જુઓ કયા રિજન માટે કેટલી જગ્યા

સેન્ટ્રલ રીજન - 15
ઈસ્ટર્ન રીજન - 10
નોર્થ રીજન - 10
સાઉથ જનરલ રીજન - 20
સાઉથ ઈસ્ટર્ન રીજન - 15
સાઉથ રીજન - 15
વેસ્ટર્ન રીજન - 15


યોગ્યતાઃ માન્યતા પ્રાપ્ત સંસ્થાથી ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ નોકરી માટે અરજી કરી શકે છે પરંતુ તેમણે એટલુ ધ્યાનમાં રાખવાનુ છે કે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50 ટકા હોવા જરૂરી છે. પસંદગી વખતે જેમને કોમ્પ્યૂટરનું જ્ઞાન હશે તેમને પહેલી તક આપવામાં આવશે. ઉમરની વાત કરીએ તો અહી તેવી જ વ્યક્તિઓ અરજી કરી શકશે જેમની ઉમર 21થી 35 વર્ષની હોય. એટલેકે આ નોકરી માટે અરજી કરનારની ઉમર 02-02-2979થી 01-02-1993ની વચ્ચે હોવી જોઈએ.

વેતન- 7400-11645-650(2)-12945-790(3)15315-825(2)-16965



કેવી રીતે થશે પસંદગી

સૌથી પહેલા ઉમેદવારે ઓલાઈન ટેસ્ટ આપવી પડશે જેમાં અંગ્રેજી ભાષા, ન્યૂમેરિકલ, રિજનિંગ, જનરલ અવેરનેસ સંબંધીત ઓબ્જેક્ટીવ પ્રશ્નો પૂછવામાં આવશે. આ ટેસ્ટમાં પાસ થનાર વ્યક્તિને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે અને જો ઉમેદવાર ઈન્ટરવ્યુમાં પણ પાસ થઈ જશે તો તેનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી


ઉમેદવાર માત્ર ઓનલાઈન જ અરજી કરી શકે છે. ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ ભરતા વખતે તેણે તેનો ફોટો અને સહી સ્કેન કરીને રાખવા પડશે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2014 છે. પરીક્ષાની તારીખ 6 એપ્રિલ 2014 નક્કી કરવામાં આવી છે અને જરૂર પડશે તો તેમા ફેરફાર પણ કરવામાં આવશે. ઉમેદવારે એક્સઝામ ફી તરીકે રૂ. 500 ભરવા પડશે અને આ નાણા ઉમેદવાર એસબીઆઈની કોઈ પણ શાખામાં જમા કરાવી શકે છે. અરજી કરવા માટે વ્યક્તિએ વધુ માહિતી મેળવવા માટે કંપનીની વેબસાઈટ http:/www.lichousing.com/lichousing/careers/jobs.asp ની મુલાકાત લઈ શકે છે.

 

No comments:

Post a Comment